વડોદરા ફાયર વિભાગમાં મહાકાય ઐરાવત સ્થાન પામ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુવારે આ મશીનની ચકાસણી યુરોપની કંપનીના એન્જીનીયરો દ્વારા કરવામાં આવ્યું હતું.
વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટને મહાકાય ઐરાવત ફાયર ફાઇટર મશીન આપવામાં આવ્યું છે. જેના ઉપયોગને લઇને અગાઉ ફાયરના જવાનોને ટ્રેનીંગ આપવામાં આવી હતી.
આ મશીન અંગે વધુ ઇન્સ્ટ્રક્શન આપવા માટે યુરોપથી એન્જિનીયર આવી પહોંચ્યા છે. અને પ્રેક્ટીકલ ટ્રેઈનીંગ આપી હતી. મધ્ય ગુજરાતમાં વડોદરા ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની છે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમો કે પછી શહેરમાં કોઇ ભીડભાડવાળી જગ્યા પર આગ અથવા તો મોટા અકસ્માતની ઘટના હોય, ફાયર વિભાગ સદૈવ ખડેપગે સેવા આપે છે.
ત્યારે ખાસ કરીને ઉંચાઇ પર આગ અકસ્માત સમયના પડકારને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અત્યાધુનિક ફાયર ફાઇટર ઐરાવત વડોદરા વિભાગને આપ્યું છે. ઐરાવતને મુખ્યમંત્રીના હસ્તે વડોદરા વિભાગને સોંપવામાં આવ્યું હતું. ઐરાવત એક હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ છે. જે 81 મીટરની ઉંચાઇ સુધી આગ ઓલવવાની કામગીરીમાં મહત્વનું સાબિત થશે.
Reporter: News Plus