News Portal...

Breaking News :

TRP ગેમઝોન અગ્નિકાંડ : ગુજરાત હાઈકોર્ટે આરોપી ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા

2025-01-30 16:38:39
TRP ગેમઝોન અગ્નિકાંડ : ગુજરાત હાઈકોર્ટે આરોપી ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા


રાજકોટ:  TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે  ગુજરાત હાઈકોર્ટે આરોપી ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે. 


હાઈકોર્ટે ATP રાજેશ મકવાણા અને રાજકોટ મનપાના પૂર્વ ATP ગૌતમ જોષીના જામીન મંજૂર કર્યા છે. જો કે, આરોપી મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર, એન્જિનિયર જયદીપ ચૌધરી, જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે.સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. 


ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતું. ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે પોલીસે ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત શખ્સો વિરુદ્ધમાં આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Reporter: admin

Related Post