change before climate change ના સંદેશ સાથે વડોદરા થી લંડન સુધીની સાયકલયાત્રાનું સાહસી કાર્ય કરનાર નિશાકુમારીનું આજ રોજ બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
એવરેસ્ટર નિશાકુમારી તરીકે નામના પ્રાપ્ત મહિલાએ વડોદરાનું નામ આંતરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ત્યારે 16000 કી.મીની પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથેની સફળ સાયકલ યાત્રા બાદ આજ રોજ ઊર્મિ સ્કૂલના બાળકો દ્વારા ફૂલોની વર્ષા સાથે નિશાકુમારીનું સ્વાગત કરવામાં આવેલ હતું. ખાસ બાળકોને પર્યાવરણ સુરક્ષા ના સંદેશથી ભારતના ભવિષ્ય ને તૈયાર કરવાના હેતુ એ બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ દ્વારા નિશાકુમારીનું સમ્માન અભિવાદન કરવામાં આવેલ હતું.
એવરેસ્ટર નિશાકુમારીએ વડોદરા થી લંડનનો 16000 થી વધુ કિલોમીટર નો સાયક્લ પ્રવાસ અને માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. change before climate change એટલે કે પર્યાવરણ વિષમ બને તે પહેલા આદત બદલોનો પર્યાવરણ સુરક્ષા સંદેશ આપવાનો ઉમદા હેતુ આ સાહસ પાછળ હતો.અને પ્રવાસનો પ્રારંભ જૂન 24 માં ઊર્મિ સ્કૂલના પ્રાંગણમાં થી જ કર્યો હતો. નિશાકુમારી એ આજ રોજ 16000 કી.મી ની સાયકલ યાત્રા ના અનુભવો બાળકો તેમજ પત્રકારો સામે વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે ઊર્મિ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયરની ઉપસ્થિતિ રહી હતી.
Reporter: admin