News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે કોર્પોરેશને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી

2025-01-30 15:49:48
વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે કોર્પોરેશને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી


વડોદરા:વિશ્વામિત્રીમાં ચાલુ વર્ષે આવેલા અતિ ભયંકર પુર બાદ હવે બીજીવાર આ પ્રકારનું પૂર ન આવે તે માટે વડોદરાય કોર્પોરેશનથી લઈ રાજ્ય સરકાર સક્રિય બની છે. ત્યારે અગાઉ જે મશીનરી બેઝ - કામ થવાનું હતું તેના જ  બદલે હવે ઘન મીટર પ્રમાણે કામગીરી કરવા માટે કોર્પોરેશને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં રૂપિયા ૬૧ કરોડના કામ માટે મંગાવેલી ઓફરમાં નદીને કુલ ચાર  ભાગમાં વહેંચીને કામગીરી કરવામાં  આવશે.


વિશ્વામિત્રી નદીમાં ચાલુ વર્ષે આવેલ ભારે પૂરના કારણે લાખો - શહેરીજનોએ પોતાની મિલકતમાં ખૂબ નુકસાન વેઠવું હતું. ચાલુ વર્ષે સ્થાનિક - સ્વરાજયની ચૂંટણી છે અને લોકોની નારાજગીનો ભોગ ન બનવું પડે તેના હું લીધે પાલિકાનું તંત્ર હવે વિવામિત્રી નદીને ઊંડી કરવા અને તેને આનુસંગિક - અસરકારક કામગીરીમાં લાગી ગયું છે. આ અગાઉ કામગીરી. કરવા ₹૫૮.૮૦ કરોડનું ટેન્ડર બહાર પડયું હતું, પરંતુ તેમાં મશીનરી મોંથી પડી રહે તેવી સ્થિતિના પગલે કોર્પોરેશને  નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં હવે મશીનરીના બદલે ઘન મીટર પ્રમાણે કામગીરી કરવાનું આયોજન હાથ ધરાશે. સમગ્ર કામ કરવા માટે વિશ્વામિત્રી નદીને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગ મારેઠા સ્મશાનથી મોટનાથ મહાદેવ સુધી, બીજો ભાગ મોટાનાથ મહાદેવથી મુજમહુડા વિદ્યાકુંજ  શાળા સુધી, ત્રીજો ભાગ વિદ્યકુંજ શાળાથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી અને ચોથો ભાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા બ્રિજ સુધી વિવામિત્રી નદીને ઊંડી કરવાની કામગીરી કરવામાં આવશે. જ્યારે દેણા બ્રિજથી ઉપરવાસના ભાગે ખાસ કોઈ કામ કરવાનું નથી. પરંતુઅગાઉ મશીનરી બેઝ કામ કરવાના બદલે હવે ઘન મીટર પ્રમાણે કામ કરાશે. પાલિકા ચાર ભાગમાં કામગીરી કરશે:દક્ષિણમાં મારેઠાથી પીંગલવાડા સુધી નદીની સાફ-સફાઈ તથા ઊંડાણ કરવાની સમગ્ર કામગીરી સિંચાઈ વિભાગને સોંપવામાં આવશે. નવીન ટેન્ડર પ્રક્રિયા મુજબ હવે મશીનરી બેઝના બદલે ઘન મીટર પ્રમાણે કામગીરી કરારો. જેમાં વડોદરા કોર્પોરેશન વિસ્વામિત્રી નદીમા ચાર ભાગમાં જ્યારે સિંચાઈ (ઇરિગેશન) વિભાગ છ ભાગમાં વિશ્વામિત્રી નદીને વહેંચી તે અંતર્ગત કામગીરી કરશે. કોર્પોરેશને આ માટે રૂપિયા ૬૧ કરોડનું નવેસરથી ટેન્ડર વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ વખત આવેલ ટેન્ડર ₹૫૮.૮૦ કરોડનો હતું ત્યારે હવે નવા ટેન્ડરમાં અંદાજે બે કરોડથી વધુનો ખર્ચ વધી જતા હાલના ટેન્ડરની રકમ રૂપિયા ૬૧ કરોડ કરવામાં આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જો પ્રથમ વખત આવેલ ટેન્ડરના અનુસંધાને વિવાદ થતા બીજી વખતનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે બીજી વખતના ટેન્ડરમાં વિવાદ ન થાય તે પણ એટલું જ મહત્વનું છે. અન્યથા વારંવાર વિવાદના કારણે ટેન્ડર પ્રક્રિયામાં જ સમયનો ફેરફાર થયા કરશે અને વિવાનિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થશે.


શહેરની સાથે જિલ્લા હદમાં થતી કામગીરીનું સઘન મોનિટરીંગ જરૂરી                                              વડોદરા : વિશ્વામિત્રી નદીને શહેરની હદમાં એટલે કે, દેણા ગામ ખાતેના પ્રવેશથી મારેઠા સ્મશાન સુધીના દક્ષિણ છેડા સુધી ઊંડી કરવાની કામગીરી પાલિકા કરશે. પરંતુ તે પછીની આગળની કામગીરી સિંચાઈ વિભાગ કરનાર છે. પાલિકામાં ચાલતી ચર્ચા મુજબ, સિંચાઈ વિભાગ જે વિસ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરનાર છે તેમાં અનેક શરતો નથી ! અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તથા સુપરવિઝન કરનાર યોગ્ય વ્યક્તિ પણ કદાચ નથી! એટલું જ નહીં, સિંચાઈ વિભાગ પાસે સમગ્ર કામગીરી માટે દૈનિક ત્યાં ઉભો રહી સુપરવિઝં કરનાર અન્ય સ્ટાફની પણ ખોટ વર્તાઈ રહી છે! આવી અનેકચાસો છે તો પાલિકા સિંચાઈ વિસ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવા સિંચાઈ વિભાગના ટેન્ડરને કેમ અનુસરી રહી છે? તે એક મોટો સવાલ અહીં ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, જો થતી કામગીરીમાં સરકારી વિભાગ દ્વારા સીધું મોનિટરિંગ નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર નદીમાં ખોદાણ કરી જેટલી માટી બહાર કાઢો તે પ્રમાણેના નાણા તેને ચુકવવામાં આવશે. આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરને ઘણી મોટી રકમ બિનજરૂરી રીતે આપી દેવી પડે તેવી પરિસ્થિતિ નકારી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે પણ કોર્પોરેશને વિસ્વામિત્રી નઠી ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરી ત્યારે મશીનરી બેઝ કામગીરી જ થઈ હતી.

Reporter: admin

Related Post