માંજલપુર વિસ્તારમાં તુલસીધામથી દરબાર ચોકડી તરફ આડેધડ કોઈપણ પ્રકારના સુપર વિઝન વગર ખોદકામ થઈ રહ્યું છે અને જેના દ્વારા ગેસની લાઈન , એમજીવીસીએલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ અને પાણીની લાઈન પણ ઘણી વખત તોડી નાખવામાં આવે છે.

જેના થી માંજલપુર વિસ્તારના રહેવાસીઓ ને પારાવાર હાલાતી ભોગવી પડે છે.છેલ્લા દોઢ બે મહિનાથી સતત આ સમસ્યાના સામને લોકો કરી રહ્યા છે. આડેધડ ખોદકામના કારણે તૂટે છે એ પછી પાણીની હોય mgvclના કેબલ હોય ગેસ વિભાગની ગેસ લાઇન હોય કે બોલો હોય જીઓના વગેરે વગેરે.જ્યારે પણ કોઈ એમજીવીસીએલનો કેબલ તૂટે તો એને રીપેર કરતાં બે કલાક ત્રણ ત્રણ કલાક વીતી જાય છે અને કાળજાળ ગરમી ની અંદર લોકો વીજ પુરવઠા વગર ગરમીમાં હેરાન પરેશાન થઈ જાય છે.

સતત બે દિવસથી ગેસ લાઇન તૂટવાથી ગેસ પુરવઠો બંધ રહેશે જેના કારણે ગૃહિણીઓનો રસોઈના કામકાજના સમય દરમિયાન હાલાકી ભોગવવાનો વારો, પાણીની ડ્રેનેજમાં તૂટે એટલે લાખોની સંખ્યામાં પાણીનો ફેરફાર થાય અને જે તે વિસ્તારમાં પાણીની એક-બે દિવસની નવી સમસ્યા ઊભી થાય પ્રેશરની હોય કે ઓછા પાણીની હોય.જ્યારે આ કામ પ્રિ મોન્સુન ની કામ ગિરી ના અંદર કરવા માં આવી રહ્યું છે, જે 1 જૂન પેલા થઈ જવું જોઈએ જે હજુ સુધી ચાલી રહ્યું છે જેના થી વિસ્તાર ના લોકો ને પારાવાર હાલાકી ભોગવી પડી રહી છે.



Reporter: admin