News Portal...

Breaking News :

છેતરપિંડી કરનાર વડોદરાના હોમ ઇન્ટિરિઓના સંચાલકની ધરપકડ

2025-06-10 16:24:35
છેતરપિંડી કરનાર વડોદરાના હોમ ઇન્ટિરિઓના સંચાલકની ધરપકડ


વડોદરા:  ફ્લેટમાં ફર્નિચરનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધા બાદ છેતરપિંડી કરનાર વડોદરાના હોમ ઇન્ટિરિઓના સંચાલકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.



ગાંધીનગરના સરગણા ખાતે ફ્લેટ ધરાવતી વ્યક્તિએ સોશિયલ મીડિયા પર હોમ ઇન્ટિરિઓ નામની સાઈટ જોઈ વડોદરાના હેરીન પંચાલનો સંપર્ક કર્યો હતો. હેરીને 8.80 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 2.41 લાખ રૂપિયા લઈ લીધા હતા.પરંતુ ત્યારબાદ તેને કામ નહીં કરતા મકાન માલિકે ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ કરી હતી. 


જે ફરિયાદના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હેરીન નરેશભાઈ પંચાલ (ચિત્રાનગર, દંતેશ્વર, હાલ રહે યોગી અમૃત એપાર્ટમેન્ટ, નુતન ભારત સોસાયટી, અલકાપુરી) ની અટકાયત કરી ગાંધીનગર પોલીસને સોપવા તજવીજ કરી છે.

Reporter: admin

Related Post