News Portal...

Breaking News :

કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું

2024-08-23 11:48:49
કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું


ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું હતું.



ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં થનગાટ જોવા મળી રહ્યો છે સાથે વડોદરા શહેરના અનેક પંડાલોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વડોદરા શહેર કોયલી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા 98 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ગણેશ મહોત્સવને 99 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી નું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલી પર ગણેશ જીની છબી મૂકવામાં આવ્યા તે સાથે ટ્રોલી અને ફૂલોથી શણગારવામાં આવી હતી અને ગણપતિની આરતી કરવામાં આવી હતી 


સાથે આ ટ્રોલી પૂજન માં મંડળના કાર્યકર્તાઓ અને પોળની મહિલાઓ અને બાળકો આરતીમાં જોડાયા હતા અને આ ટ્રોલી કોયલી ફળિયાથી કાઢવામાં આવી હતી અને આ ટ્રોલી પ્રતાપ નગર ખાતે મૂકવામાં આવનાર છે અને 29 ઓગસ્ટ 2024 ના રોજ ગણપતિનું સાંજે 7:00 કલાકે આગમન કરવામાં આવનાર છે આ મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી મુંબઈથી પ્રતિમા લાવવામાં આવે છે અને મંડળના સભ્યએ વડોદરા શહેરના તમામ કનેક્ટ ભક્તોને આગમન યાત્રામાં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું.

Reporter: admin

Related Post