News Portal...

Breaking News :

ત્રિવેણી સંગમ પ્રયાગ રાજ મહા કુંભમાં બી એ પી એસ સંસ્થા દ્વારા ગીતા જ્ઞાના મૃત, યજ્ઞ અને ભંડારાની

2025-01-16 09:43:09
ત્રિવેણી સંગમ પ્રયાગ રાજ મહા કુંભમાં બી એ પી એસ સંસ્થા દ્વારા ગીતા જ્ઞાના મૃત, યજ્ઞ અને ભંડારાની


સનાતન ધર્મના  આસ્થા આધ્યાત્મિકતા અને આસ્તિકતા ના ત્રિવેણી  પર યોજાતા કુંભ મેળા કે જે આ વખતે પ્રયાગરાજ ખાતે અતિ ભવ્યતા પૂર્વક મહા કુંભ મેળો ઉજવાઈ રહ્યો છે તે સ્થળે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સેવા, સહાયતા અને સમર્પણના પરિપાક રૂપે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. 


જેમાં ગીતાજ્ઞાનામૃત, વિશ્વ શાંતિ મહાયજ્ઞ તથા ભંડારાનો વિશેષ લાભ મહાકુંભમેળામાં પધારનાર ભાવિક ભક્તો લઈ શકશે. દિલ્હી સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામની પ્રતિકૃતિ રૂપ તૈયાર થયેલ આ પંડાલમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સહભાગી થનાર ભક્તો ૨૪ કલાક માટે આ પંડાલમાં ઊભા કરવામાં આવેલ ટેન્ટમાં નિવાસ કરી મહાકુંભ મેળા નો લાભ લઈ શકે તેમ છે.

Reporter: admin

Related Post