હાલ છતરાનાં ગોરખ ધંધાની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. વારંવાર સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળ્યા બાદ પણ પદ-પૈસા-પ્રતિષ્ઠાની ભૂખ મટતી નથી. છેલ્લી ચૂંટણી હાર્યા બાદ તેમને પાર્ટીએ સાઈડલાઈન કરી દીધા હતા. ત્યારથી પાર્ટીએ કોઈ નવી જવાબદારી આપી ન હતી. ઘર ભેગા કર્યા હતા.
નિવૃત્ત જીવન ગાળતા હોય ત્યારે અને શરીર જ્યારે સાથ આપતું ન હોય ત્યારે ઘરે બેઠા માળા જપવાને બદલે દર ચૂંટણીમાં આ ભાઈ અચાનક એક્ટિવ થઈ જતા હોય છે.'વર્ક ફ્રોમ હોમ' કાર્ય પધ્ધતિથી બેઠકો થતી.લોભિયા અને સત્તા ભૂખ્યા કેટલાક કાર્યકરો- નેતાઓને પોતાના ઘરે બોલાવવાની તેમની આદત છે. દિલ્હી દરબારમાં સીધું કનેક્શન છે તેવો દાવો કરનાર છતરાનાં ગોરખધંધા ખુલ્લા થયા છે. પ્રદેશ કક્ષાએ-રાષ્ટ્રીય કક્ષાએ આ વાત પહોંચતા સંગઠન પણ અચંબામાં પડ્યું છે. પોતાના ઘરમાં જ અલગ અલગ રૂમમાં, અલગ અલગ નેતાઓને બેસાડી, પ્રમુખ પદનાં દાવેદારોને ધોળા દિવસે તારા બતાવનાર 'છતરો' સૌને છેતરતો.લોભિયા અને સત્તા ભૂખ્યા પ્રમુખ પદનાં દાવેદાર નેતાઓ આશા અપેક્ષા સાથે છતરાનાં ઘરે ચક્કર મારતા થઈ ગયા હતા. તેમની પાસે આર્થિક લાભ-ભેટ સોગાદ શું લીધા તે તપાસનો વિષય છે.આરએસએસ સાથે બેઠક થઈ ગઈ છે. વાત થઈ ગઈ છે. તેમ કહી દરેકને ગુમરાહ કર્યા હતા. ઉપર તારું નામ ગયું જ નથી. તું ક્યાંય લીસ્ટમાં છે જ નહીં. એના કરતાં ચોક્કસ નેતાને સમર્થન કરતો થઈ જા. આગળ પડશે. ભવિષ્ય તારું સુધરી જશે. ખાનગી બેઠકનાં નામે કાર્યકરોને ઘરે બોલાવીને બીજા નેતાઓની ગતિવિધિ- ચાલ જાણીને એકબીજાની માહિતી ભેગી કરતો હતો. દરેકના અરમાન સાથે ખીલવાડ કરતો હતો. આ બહુરૂપિયો નેતા ખુલ્લો પડી જતા, શરમજનક પરિસ્થીતી સર્જાઈ છે.તેમના ઘરે બીજા નેતાઓને પણ ચર્ચા વિચારણા માટે બોલાવતો હતો.
પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પણ જાણે પોતે બહુ તજજ્ઞ હોય તે રીતે અધિકારીઓ-કાર્યકરોને ઘરે બોલાવીને માહિતી ભેગી કરતો.પૂર સંદર્ભે રાજ્ય સરકારે બનાવેલી વિશ્વામિત્રી યોજનાની કમિટીમાં પણ એમનું નામ ના હોવા છતાં સમાંતર કચેરી ચલાવતો હોય તે રીતે બેઠકો કરતો.લોભિયા નેતા હોય ત્યાં ધુતારા નેતા ભૂખ્યા ના મરે તેવો ઘાટ વડોદરામાં સર્જાયો છે. તેની સંગઠનને પણ નોંધ લીધી છે.પોતાની કારકિર્દી પૂરી થઈ ગઈ છે તેવું જાણવા છતાં 'ઉપર' સુધીના કનેક્શન બતાવી પીએમ સાથેના ફોટા લટકાવેલી રૂમમાં લઈ જઈ કેટલાકને ગુમરાહ કરવાથી પાર્ટીના કેટલાક નેતાઓ ગુસ્સે ભરાયા છે. જો અજુગતું જ નામ આવ્યું તો સંભવિત ઉમેદવારો ભેગા થઈ આ જાદુગરને જાહેરમાં ફટકારે તો નવાઈ નહી.મીડિયાનાં કેટલાક પત્રકારો પાસેથી ખાનગી માહિતી ભેગી કરી કેટલાક નેતાઓને ડરાવતા. મારે ઉમેદવારોનો અલાયદો રીપોર્ટ બનાવીને ઉપર મોકલવાનો છે,તેમ કહી કેટલાકને પ્રલોભન આપતા.આ મહાશયનું છેલ્લી ચૂંટણી હારવાનું કારણ પણ પોતાના જ પક્ષના નેતાઓ હતા. પત્રિકાઓ છપાવી મતદારોને તેમનાં કરતૂતોની જાણ કરાઈ હતી.કેસરીયા લહેર હોવા છતાં હાર્યા હતાં.બંડખોરોને ભડકાવવામાં પણ છતરાએ ખાનગીમાં ખેલ કર્યો હોય તો નવાઈ નહી.સંગઠન એ દિશામાં તપાસ કરાવી શકે છે.આવા કેટલાક ફરજીયાત ઘરભેગા કરાયેલા નેતાઓએ 'વર્ક ફ્રોમ હોમ' પધ્ધતિથી રાજકારણ રમવાનું ચાલું રાખ્યું છે.પહેલા મતદારોને મુર્ખ બનાવતા,હવે સાથી કાર્યકરો અને સાથી નેતાઓને જ મુર્ખ બનાવી રહ્યા છે.
Reporter: admin







