"રાષ્ટ્રભક્તિનું અભિયાન, હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત શિનોર તાલુકા ખાતે તિરંગા યાત્રા યોજાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે. ’હર ઘર તિરંગા ‘અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મુખ્ય આયુર્વેદ અધિકારીશ્રી સુધીર જોશીના અધ્યક્ષપદે તિરંગા યાત્રા યોજાઈ હતી. ઉપરાંત મામલતદારશ્રી મુકેશ શાહ, ટીડીઓ શ્રી ઠાકર, એપીએમસીના ચેરમેન શ્રી સચિન પટેલ, સરપંચ- ઉપસરપંચ, મોટા ફોફળીયા સ્કુલના આચાર્યશ્રી ગણેશ વસવા, તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી.
શીનોરનગરના કન્યા શાળા ગેટ, મોટી ભાગોળ, રામજી મંદિર, ભટ્ટ શેરી, વણઝારી બજાર થઈ તિરંગા યાત્રાની ગ્રામ પંચાયત ખાતે પુર્ણાહુતી થઈ હતી. ગ્રામજનો ઉપરાંત યાત્રામાં કન્યાશાળા, કુમાર શાળા, સાર્વજનિક હાઈસ્કુલના વિદ્યાર્થીઓ મળી કુલ ૨ હજાર જેટલી જનમેદની થઈ હતી. આ ભવ્ય તિરંગા યાત્રા થકી સમગ્ર જિલ્લામાં આઝાદીની ઉજવણીને યાદગાર બનાવી લોકોમાં દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય અને જિલ્લામાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાય તે માટે આ તિરંગા યાત્રામાં જનતા જોડાઇ રહી છે.
Reporter: admin