News Portal...

Breaking News :

કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં બપોરના સમયે લૂંટારું ત્રિપુટી દ્વારા મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ

2025-09-19 16:18:37
કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં બપોરના સમયે લૂંટારું ત્રિપુટી દ્વારા મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ


વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી સોસાયટીમાં આવેલા 27 નંબરના મકાનમાં બપોરના સુમારે લૂંટારું ત્રિપુટીએ મકાનમાં રહેતા પરિવારના સભ્યોને બેભાન કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.


જોકે આ સમયે મકાનનો ચાકર આવી જતા તેણે બાથ ભીડતા લૂંટારું તેઓ પર પથ્થર વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે કારેલીબાગ પોલીસે આગળની તપાસ હાથધરી છે.વડોદરા શહેરમાં ધોળે દિવસે મકાનના ચાકરને કારણે લૂંટની મોટી ઘટના બનતા અટકી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 27 માં શાંતિલાલ જીવાવત પરિવાર સાથે રહે છે. આજરોજ બપોરના સુમારે તેમના પત્નિ કમલાબેન અને પૌત્ર અને પૌત્રી સાથે એકલા હતા. આ દરમિયાન બપોરે 03:00 વાગ્યાના અરસામાં કમળાબેન ભગવાનની માળા જપી રહ્યા હતા અને પૌત્ર અને પૌત્રી આરામ ફરમાવી રહ્યા હતા તેવામાં પાછળથી ધસી આવેલા કેટલા કિસ્સોએ મકાનમાં પ્રવેશ કરી કમળાબેન સહિત પૌત્ર અને પૌત્રીને નસીલો પદાર્થ સુઘાડી બેભાન કરી દીધા હતા. 


જોકે આ વખતે મકાનમાં છેલ્લા 22 વર્ષથી કામ કરતા ચાકર વિમલભાઈ ઘંટીએથી લોટનો ડબ્બો લઈ પરત ઘરે ફર્યા હતા આ વખતે દરવાજો નહીં ખોલતા તેઓ પાછળના દરવાજે જઈ મકાનમાં પ્રવેશ કરતા કમળાબેન અને તેમના પૌત્ર પુત્રી ઢળી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. અવાજ થતાં અચાનક લૂંટારું ટોળકી સાથે વિમલભાઈએ બાથ ભીડી હતી.જેમાં એક લૂંટારોએ વિમલભાઈને માથામાં પથ્થર મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બનતા લુટારો ટોળકી લુટનો નિષ્ફળ પ્રયાસ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. બુમરાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બીજી તરફ નજીકમાં જ રહેતા શાંતિલાલ ના ભાઈ સહિત પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિમલભાઈને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવની જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: admin

Related Post