News Portal...

Breaking News :

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ક્રિકેટર યુસુફ પઠાણે ટીમ સાથે વિદેશ જવાનો ઇનકાર કરી દીધો : વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે!

2025-05-19 17:26:57
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ક્રિકેટર યુસુફ પઠાણે ટીમ સાથે વિદેશ જવાનો ઇનકાર કરી દીધો : વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે!


દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકી કેમ્પોનો ઉડાવી દીધા હતા. તેમજ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બાબતનો પર્દાફાશ કર્યો હતો. 



ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. તેવા સમયે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના નેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પણ સમાવેશ કર્યો છે. પરંતુ એક અહેવાલ મુજબ યુસુફ પઠાણે ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે.તૃણમૂલ કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે યુસુફ પઠાણ કે પાર્ટીના અન્ય કોઈ સાંસદ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનો ભાગ રહેશે નહીં. 


આ પ્રતિનિધિ મંડળ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે ઘણા દેશોમાં જશે.ટીએમસીએ કહ્યું, અમે માનીએ છીએ કે દેશ પહેલા આવે છે અને દેશની સુરક્ષા માટે જરૂરી કોઈપણ પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. આપણા સશસ્ત્ર દળોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને અમે હંમેશા તેમના ઋણી રહીશું. વિદેશ નીતિ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે. તેથી, ફક્ત કેન્દ્ર સરકારને જ આપણી વિદેશ નીતિ નક્કી કરવાની અને તેની સંપૂર્ણ જવાબદારી લેવાની મંજૂરી આપવી જોઈએ.”

Reporter: admin

Related Post