વડોદરા : કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીને રેપિડોની રાઈડ મોંઘી પડી હતી બાઈક ચાલકે છેડતી કરતા પોલીસ માં ફરિયાદ કરી હતી.
વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી પર પ્રાંતીય યુવતીની છેડતીના મામલે પોલીસે રેપિડો ચાલક મહેશ વાઘેલાની ધરપકડ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે યુવતીએ ઓનલાઈન એપના માધ્યમથી રાઈડ મંગાવી હતી.
બાઈક ચાલકે યુવતીની કરી છેડતી જોકે મોડી રાત્રે યુવતીને બાઈક મંગાવી મોંઘી પડી હતી. બાઈક ચાલકે શોર્ટ કટ લેવાના બહાને યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને શારીરીક છેડતી કરી હતી.મોડી રાત્રે ફરજ પતાવી પોતાના ઘરે જવા માટે રેપિડો એપથી બાઈક બુક કરાવી હતી.
Reporter: admin







