વડોદરા : ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા વિખ્યાત કલાકાર પહ્મ વિભૂષણ સ્વ.ઉસ્તાદ ઝાકીર હસૈનની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય શાસ્ત્રીય સંગીતજગત આજે ઊંડા શોકમાં છે. તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસેનજી ના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીતપ્રેમી શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓ ના હ્રદયમાં શૂન્યતા છવાઈ ગયું છે.ત્યારે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદ્દાત કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રેના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી હતી
તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉસ્તાદ ઝાકિર હુસેનના જીવનપ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોના વિડિયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયુ હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી હતી આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસેનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તેમની દૃઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી હતી.
Reporter: