News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

2024-12-16 13:54:54
વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા


વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગાર રમતા પાંચ જુગારીઓને કપુરાઇ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૫૫ હજાર મળી કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. 


કપુરાઇ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં ગણપતિ મંદિર સામે નવા બનતા ખુલ્લા બાંધકામ વાળા મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પી.આઇ. ડી.સી.રાઓલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા પાંચ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે એક જુગારી સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે રોકડા ૫૫ હજાર, ચાર મોબાઇલ ફોન મળી કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


પકડાયેલા જુગારીઓમાં (૧) નિલેશ ધરમાભાઇ શેવાળે (૨) ગુંજર રાજેશભાઇ ધોબી ( બંને રહે. શૈલેષ નગર, વાઘોડિયા રોડ) (૩) માન પપ્પુભાઇ ધોબી( રહે. નંદેસરી સોસાયટી, બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ) (૪) કશ્યપ રણજીતભાઇ સોલંકી (રહે. નાલંદા સ્લમ ક્વાટર્સ, વાઘોડિયા રોડ) તથા (૫) ધવલ ગંગારામ કહાર (રહે. મયૂર સોસાયટી, ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.જ્યારે પોલીસને જોઇને ભાગી ગયેલા સુદીપ માળીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post