કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા તથા નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલના હસ્તે વડલાનું રોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા કલેક્ટર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા તથા નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલના હસ્તે વડલાના રોપનું રોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વારા સામે આવેલી ખુલ્લી જગ્યામાં કલેક્ટર દ્વારા વડલાનો રોપ વાવવામાં આવ્યો હતો. તેની સાથે નિવાસી અધિક કલેક્ટર દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરી પરિસરમાં ખાલી સ્થળો ઉપર વૃક્ષો વાવવાનું આયોજન છે. જેમાં જાંબુ, બોરસલી, લીમડા ઉપરાંત ગુલમહોરના રોપ વાવવામાં આવશે. વાવવાની સાથે તેના ઉછેરની પણ કાળજી લેવામાં આવશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ગીતાબેન દેસાઇ, સુહાનીબેન કેલૈયા, અમિત પરમાર સહિત મામલતદારઓ અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.





Reporter: