વડોદરા : શહેરના મકરપુરા રોડ પર આવેલ આકાશવાણી રેડિયો સ્ટેશન ખાતે ૫-જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ નિમિતે આકાશવાણી વડોદરા ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટેશન ડાયરેક્ટર અને કાર્યક્રમ અધ્યક્ષશ્રી જગદીશ પરમારએ જણાવ્યુ કે, આ વર્ષે ખાસ વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ઇકકો સિસ્ટમને નોંધપાત્ર રીતે અસર કરે છે. જે વિશ્વભરના આજીવિકા અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર કરે છે. દેશના દરેક નાગરિકે વૃક્ષનું જતન કરવું જ જોઇએ. પ્રદૂષણને અટકાવવા માટે એનો યોગ્ય જગ્યાએ નિકાલ થવો જરૂરી છે. આકાશવાણી: વડોદરાનાં પ્રાંગણમાં ૧૦ જાતના વિવિધ પ્રકારનાં છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દરેક નાગરીકોને પણ National Clean Air Programme (NCAP) અંતગર્ત માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન એક પેડ ” માં” કે નામ પર વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા કોર્પોરેશનના વોર્ડ ઓફિસર રિતેશભાઈ સોલંકી, અને કાર્યલયના અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin