સંસ્કારી નગરી વડોદરા હવે ખેલકુદના ક્ષેત્રે પણ પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. શહેરના યુવાન ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને શહેરનું ગૌરવ વધારી રહ્યા છે.

નેપાળમાં ૨૪ અને ૨૫ મે, ૨૦૨૫ના રોજ આયોજિત બીજી આંતરરાષ્ટ્રીય શોટોકાન કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના શોટોકાન ઇન્ટરનેશનલ કરાટે ડો ઓર્ગેનાઈઝેશન (ઇન્ડિયા)ના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં કોચ મહેશ રાવલ અને રેન્શી શિવમ રાવલના માર્ગદર્શન હેઠળ વડોદરાના કુલ નવ ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. જેમાં આરવ સિંઘ, મલહાર ગડકરી, હરિનાક્ષી યાજ્ઞિક, રિયા શાહ, આર્ય શરાફ અને મહેશ રાવલએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

આ ઉપરાંત આસ્થા ચૌધરી, અક્ષત મોદી અને ચિત્રા શાહે સિલ્વર મેડલ પર કબજો કર્યો હતો.આ મેડલ જીત સાથે ખેલાડીઓએ માત્ર પોતાના માતા-પિતાનું નહી, પણ સમગ્ર વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે. વિજયી ખેલાડીઓ માટે શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન વ્યક્ત કરી તેમને ભાવિ સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી છે.

Reporter: admin