વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું શહેર માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં ભાયલી વિસ્તારમાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિને સંરક્ષણ આપવો, વધતી ગરમી સામે લડવું અને આવતી પેઢીને હરિયાળું પર્યાવરણ આપવાનો છે.કાર્યક્રમ દરમ્યાન VMC ના ડે,મેયર, સ્થાનિક નાગરિકો, તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

દરેક વ્યક્તિએ પોતાનાં માંના નામે એક વૃક્ષ વાવ્યું અને તેની સંભાળ લેવાની પ્રતિજ્ઞા લીધી. આ અનોખા પ્રયાસથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે.





Reporter:







