News Portal...

Breaking News :

ટ્રમ્પની ટેરિફ જાહેરાતના પગલે હેલ્થકેર અને આઈટી શેર્સ તૂટ્યા

2025-09-26 11:37:19
ટ્રમ્પની ટેરિફ જાહેરાતના પગલે  હેલ્થકેર અને આઈટી શેર્સ તૂટ્યા


મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે મોડી રાત્રે ફાર્મા સહિત અનેક સેક્ટર પર ટેરિફની જાહેરાત કરી છે. ફાર્મા પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે શુક્રવારે શેરબજાર કડડભૂસ થયા છે. 



સેન્સેક્સ 451.34 પોઈન્ટ તૂટી 80708.34 થયો હતો. જે 10.45 વાગ્યે 310 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો કડાકો નોંધાયો હતો.ટ્રમ્પની ટેરિફ જાહેરાતના પગલે આજે હેલ્થકેર અને આઈટી શેર્સ તૂટ્યા છે. 


હેલ્થકેર સેક્ટરના 119 શેર પૈકી 110માં 7 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. માત્ર 11 શેર જ 1 ટકા સુધી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જેના પગલે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 1.61 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ પણ 1.22 ટકા તૂટ્યો હતો.

Reporter: admin

Related Post