વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસમાં સેવાસેતુ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જિલ્લા પંચાયત, વડોદરાની પશુપાલન શાખા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના સ્થળ કે આજુબાજુના ગામમાં આઠ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નવ સહિત કુલ ૧૭ ગામોમાં પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પશુ આરોગ્ય મેળામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુપાલકોને પશુઓ માટે કૃમિનાશક દવાનું વિતરણ કરવા સાથે પશુઓમાં ખરવા મોવાસા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં કુલ ૩૪૯૬ પશુપાલકોના ૧૨,૫૯૪ પશુઓની મેડીકલ,શસ્ત્રક્રિયા સારવાર ,જાતીય આરોગ્ય સારવાર તથા કૃમિનાશક દવાનું વિતરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવી હોવાનું પશુ ચિકિત્સક ડો.વિમલ પટેલે જણાવ્યું છે.
Reporter: admin