કાજુવડા બનાવવા માટે 500 ગ્રામ બટાકા, બે ચમચી આદુ - મરચા પેસ્ટ, બે ચમચી ખાંડ, થોડી સમારેલી કોથમીર, પા ચમચી લીબુંના ફૂલ, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી તલ, કાજુ અને દ્રાક્ષ જરૂર પ્રમાણે, બ્રેડનો ભૂકો, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
હવે બટાકાને બાફી, ઠંડા પાડી, છાલ કાઢી, તેને છીણી લેવા. હવે તેમાં કાજુ અને દ્રાક્ષ સિવાય બધું ઉમેરી મિક્સ કરી લેવું. હવે લુવો લઇ વચ્ચે નાનો ખાડો કરી તેમાં કાજુ સને દ્રાક્ષનાં ટુકડા કરીને મુકવા અને રોલ વાળી લેવો હવે આ રોલને બ્રેડનાં ભુકામાં રગડોળી ગરમ તેલમાં તળી લેવા. માર્કેટમાં મળતા કાજુવડા જેવા આ વડા ટેસ્ટી બનશે.
Reporter: admin