સાબરકાંઠામાં લોકોની જાણ બહાર બેન્ક એકાઉન્ટ ખૂલ્યા છે. જેમાં વડાલીમાં લોકોની જાણ બહાર સેવિંગ, ડિમેટ ખાતા ખૂલ્યા છે.
42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેન્કોમાં એકાઉન્ટ છે. તેમાં વ્યક્તિઓની જાણ બહાર સેવિંગ, ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. જેમાં 2016થી એકાઉન્ટ ખૂલ્યા હોવાનું સામે આવ્યુ છે.વડાલીમાં લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થયા હોવાનું ખુલતા હડકંપ મચ્યો છે. વડાલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે તેમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અગાઉ પણ સુરત શહેરના સામાન્ય લોકોને લોભામણી લાલચો આપી અલગ-અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવવામામ આવતા હોવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીઓ બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી લઇ દુબઇ ખાતે મોકલાવી દેતા હતા. બાદમા દુબઇ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરવામાં આવતા હતા.
હાલ કુલ 6 આરોપીઓની સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે.રૂપિયા 1.5 લાખ સુધીના રૂપિયા આરોપીઓ દ્વારા લેવામાં આવતા હતા.વિવિધ એકાઉન્ટમાં અલગ અલગ માધ્યમો દ્વારા ભારત બહાર તમામ બેન્ક એકાઉન્ટ વેચી મારતા હતા. સાથે પ્રી એક્ટિવેટ સીમ કરાવી દેતા હોય છે. અને તેની સાથે એકાઉન્ટ લિંક કરાવી દેતા હોય છે. બાદમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે બહારના રાજ્યમાં અને બહારના દેશમાં ઓપરેટ કરવામાં આવતા હોય છે. છ માણસો પકડવામાં આવ્યા છે. હાલ અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખુલ્યા છે. અલગ અલગ વિસ્તારના તમામ લોકોનું કનેક્શન સરથાણા કેનેરા બેન્ક સાથે જોડાયેલો છે. જેથી બેંકમાં પણ તપાસ કરવામાં આવી છે. આરોપીઓને ટ્રાન્જેક્શન પર કમિશન પણ આપવામાં આવતું હતું. એક મહિનામાં જે ટ્રાન્જેક્શન થાય તેના ઉપર કમિશન લેવામાં આવતુ હતું.
Reporter: admin