વડોદરાના 23 લોકો આજે જમ્મુથી ડાયરેકટ ટ્રેન મારફતે નિકાળશે...સાંસદ

પહેલગામમાં તા.૨૨ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના કારણે દેશભરમાં રોષ અને આક્રોશ છે.બીજી તરફ અત્યારે કાશ્મીરમાં છે તેવા પ્રવાસીઓ ગમે તે ભોગે હવે વતન પાછા ફરવા માગે છે.આ સ્થિતિમાં વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના ૧9 લોકોનું ગૃપ શ્રીનગરમાં અટવાયું હતું અને તેમણે પાછા ફરવા માટે સરકારની અને વડોદરાના કોર્પોરેટર સ્નેહલ પટેલ અને સાંસદ ડ઼ો હેમાંગ જોશીની મદદ માગી હતી. દરમિયાન આ પરિવારના ૧9 સભ્યો સલામત રીતે આજે જમ્મુ પહોંચી ગયા છે. આજે શુક્રવાર સવારે 10 વાગ્યે ટ્રેન મારફત વડોદરા આવવા નીકળશે. જિલ્લા પ્રશાસન સતત તેમના સંપર્કમાં છે.

વાઘોડિયા રોડ પર રહેતા પરમાર પરિવારના સભ્યો અને સબંધીઓ મળીને 19 લોકો તા.૧૬ના રોજ વડોદરાથી શ્રીનગર પહોંચ્યા હતા.તેઓ શ્રીનગરમાં મોરારીબાપુની રામ કથા સાંભળવાની સાથે ફરવા માગતા હતા. તેમની તા.૨૪ એપ્રિલે જમ્મુથી ટ્રેનની ટિકિટ હતી.પરંતુ આતંકવાદી હુમલા બાદ ચારે તરફ ચેકિંગ ચાલી રહ્યું છે અને બંધના એલાનના પગલે શ્રીનગર બંધ હોવાથી જમ્મુ પહોંચી શકાય તેવી સ્થિતિ તેમની રહી ન હતી જેથી શ્રીનગરમાં જ ત્રણ દિવસ તેઓ અટવાયા હતા જેથી તેમણે બુધવારે વીડીયો જાહેર કરીને તેમને જલ્દી વડોદરા પરત મોકલવાની વ્યવસ્થા કરાય તેવી વિનંતી સરકારને કરી હતી. તેમણે સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલ અને સાંસદ ડો.હેમાંગ જોશીનો પણ સંપર્ક કર્યો હતો. સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું કે આ પરિવારના તમામ સભ્યોની વડોદરા પરત લાવવાની વ્યવસ્થા શુક્રવારના રોજ ખાસ ટ્રેન દ્વારા કરવામાં આવી છે. ગૃહ મંત્રી,રેલ મંત્રી અને મુખ્યમંત્રી નો સાંસદે આભાર માનીયો હતો.
Reporter: