બાંકડા પર જાહેરાત કરનારાના ફોન નંબર પર ફોન કરીને તેની સામે દંડ વસુલ કરવો...

કોર્પોરેશનની બેદરકારીનો એક નમુનો વાઘોડીયા ડભોઇ રીંગ રોડ ઉપર પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ રસ્તા પર જોવા મળ્યો છે જ્યાં રસ્તાની વચ્ચે જ બાંકડો મુકી દેવાયો છે. ખરેખર તો ફૂટપાથ પર ચાલવા માટે જગ્યા રાખીને બાંકડો મુકવાનો હોય પણ પાલિકાની બેદરકારી કહો કે સ્થાનિકોની દાદાગીરી કહો પણ આ રસ્તા પર ફૂટપાથથી દુર રસ્તા પર બાંકડો મુકી દેવાયો છે. રસ્તા પર જ બાંકડો મુકી દેવાતા વાહન ચાલકો કઇ રીતે અવર જવર કરી શકતા હશે તે એક પ્રશ્ન છે.
ઉપરાંત આ બાંકડા પર જાહેરાત પણ લખવામાં આવી છે. વડોદરા સેવાસદનના વોર્ડ નંબર 15ના વોર્ડ ઓફિસરે આ રસ્તા પર જઇને જોવું જોઇએ કે વાહન ચાલકોને કેટલી તકલીફ પડી રહી છે અને બાંકડા પર લખાયેલા જાહેરાત કરનારાના ફોન નંબર પર ફોન કરીને તેની સામે તપાસ કરવી જોઇએ અને આ બાંકડો તત્કાળ હટાવવો જોઇએ. બાંકડાને ફૂટપાથ પર યોગ્ય રીતે મુકાવો જરુરી છે
Reporter: admin