News Portal...

Breaking News :

સાંસદ હેમાંગ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક

2025-04-25 10:07:45
સાંસદ હેમાંગ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક


નાણાંકિય લેવડ દેવડ ના કરવા માટેની અપીલ કરી...



શહેરના સાંસદ ડો. હેમાંગ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. તેમણે કોઇ પણ નાણાંકિય લેવડ દેવડ ના કરવા માટેની પણ લોકોને અપીલ કરી છે. ઉલ્લેખનિય છે કે શહેરના નેતાઓ અને અધિકારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ કાં તો હેક થઇ રહ્યા હોવાના અથવા  બોગસ એકાઉન્ટ બનાવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે પણ શહેરના નવા નિમાયેલા મ્યુનિસીપલ કમિશનર અરુણ મહેશ બાબુનું પણ કોઇ ભેજાબાજે બોગસ એકાઉન્ટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો અને તેથી તેમણે પોલીસનું ધ્યાન દોર્યું હતું. 


આજે સાંસદ હેમાંગ જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. ભેજાબાજો નેતાઓ અને અધિકારીઓના ફોટા અને તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક કરીને લોકોને સંપર્ક કરે છે અને ત્યારબાદ લોકો ભેજાબાજોની જાળમાં ફસાઇ ગયા છે. સાંસદે પોતાના ફેક એકાઉન્ટ તરફથી કોઇ પણ મેસેજ આવે તો નાણાંકિય લેવડ દેવડ ના કરવા અપીલ કરી છે.

Reporter: admin

Related Post