કન્નૌજ : ઉત્તરપ્રદેશના કન્નૌજના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર બુધવારે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતમાં સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોકટરોના કરૂણ મોત થયા હતા. આ તમામ લખનૌથી પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 4 વાગે તેઓનો અકસ્માત થયો હતો. તે તમામની ઓળખ થઈ ગઈ છે. માહિતી મળતા જ પોલીસ સહિત યુનિવર્સિટી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતાં હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગોઝારો હતો કે મિની પીજીઆઈ સૈફઈમાં તહેનાત પાંચ ડૉક્ટરો મૃત્યુ પામી ગયા હતા. લખનઉમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને આ ડૉક્ટરો પાછા ફરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અત્યારે કારમાંથી શબ કાઢવા માટે મથામણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. વિગતો મુજબ તમામ ડોક્ટરો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા લખનઉ ગયા હતા. મંગળવારે રાત્રે તેઓ કારમાં Saifai પરત ફરી રહ્યા હતા. કન્નૌજમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર તમામ અકસ્માતનો ભોગ બન્યા હતા. પાંચ તબીબોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃત્યુ પામેલા ડોકટરોમાં ડો.અનિરુધ વર્મા, ડો.સંતોષ કુમાર મૌર્ય, ડો.જયવીર સિંહ, ડો.અરુણ કુમાર, ડો.નરદેવની ઓળખ થઈ છે. આ તમામ પીજી કરી રહ્યા હતા. કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
Reporter: admin







