વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સરદારભાવનના ખાંચાના વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી. જો કે રવિવારે તેઓના દુકાનોના સીલ દૂર ન કરતા સોમવારે પુનઃ કામિસહનરની મુલાકાત લેવામાં આવી હતી. અને રજૂઆત કરવામાં આવી હતી.
પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફાયર સેફટીનાં સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણાક કોમ્પ્લેક્સ પણ કોમર્શિયલમાં ફેરવાયાં હોવાથી સરદાર ભવનના ખાંચામાં શનિવારે અંદાજે 183 એકમોને સીલ કર્યાં હતાં. કપડાના શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ગઈ કાલે મ્યુ.કમિશનર, ફાયર વિભાગ અને વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે, નવી નીતિ નક્કી ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો સામે કાર્યવાહી ન કરવી. જે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી થઈ હોવાથી તેના અધિકારી સાથે દુકાનદારોએ વાત કરી હતી અને રવિવારે સવારે 11 વાગે સીલ ખોલી આપવાનું આશ્વાસન અપાયું હતું.
જોકે સવારથી માલિકો દુકાન ખૂલવાની રાહ જોતા રહ્યા, પણ સીલ ખોલવા અધિકારીઓ આવ્યા નહતા. ત્યારે આજે સરદાર ભુવન ના ખાંચાના દુકાન માલિકો/વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને રજુઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે તમામ વેપારીઓને સાંભળ્યા હતા અને તેઓએ નિયમો અંગેની પણ સમજ આપી હતી. અને દિલીપ રાણાને વેપારીઓએ બાંહેધરી આપી હતી કે ફાયર સુરક્ષા ને લઈ નિયમ યોગ્ય કામગીરી કરે અને સુવિધા ઉભી થશે ત્યાર બાદ કોર્પોરેશન તંત્ર દુકાનના સીલ હટાવશે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરી ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરીશું.
Reporter: News Plus