વડોદરામાં ચોમાસાની રૂતુને ધ્યાનમા લઈને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા ઊંચાઈ પર લગાવવામાં આવેલા હોડિંગ દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ માટે પાલિકા તંત્ર નોટિસ પણ પાઠવી રહ્યું છે અને તેને દૂર કરાવવાની પણ કામગીરી પણ ચાલી રહી છે. વડોદરા કોર્પોરેશન ચડાવતી હાથ ધરાઈ રહેલી આ કાર્યવાહીથી નારાજ થયેલા હોડિંગ એડવર્ટાઇઝ સાથે સંકળાયેલા વેપારીઓ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એકત્ર થયા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને રૂબરૂ મળી આ મુદ્દે રજૂઆત કરી હતી અમે કાયદેસર નિયમ અનુસાર હોડિંગ લગાવવા તૈયાર છે ત્યારે અમને થોડો સમય મળે તેવી વાત વેપારીઓએ મૂકી હતી. એડવર્ટાઇઝ એજન્સીના સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
હોર્ડિંગ ઉતારવાની કામગીરી અંગે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, નિયમ અનુસાર ની ઊંચાઈ સુધીના હોર્ડીગ ને રાખવામાં જણાવવામાં આવ્યું છે. ખૂબ ઊંચાઈ ઉપર આવેલા તો તેમ હોલ્ડિંગોને દૂર કરવા માટે ત્રણ દિવસની નોટિસ આપી હતી. ત્યારબાદ પાંચ દિવસ બાદ પુનઃ બીજી નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ હજુ સુધી જે હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા નથી તેને જાહેર સલામતીના ભાગરૂપે દૂર કરવા માટે પાલિકાનું તંત્ર કટિબંધ છે.
Reporter: News Plus