વડોદરા : મહારાષ્ટ્રના બોઈસર ખાતે રહેતા સુરજકુમાર વર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી દીકરી અંજલી કુમારીના લગ્ન વર્ષ 2022માં બિહારના નવાદા જિલ્લાના હરિવંશ ગામમાં રહેતા સંદીપકુમાર સાથે થયા હતા. તેને સંતાનમાં આઠ મહિનાની દીકરી છે. તે છેલ્લા એક વર્ષથી તેના પતિ સાથે મકરપુરા જશોદા કોલોનીની બાજુમાં શ્રીજી નગર સોસાયટીમાં રહેતી હતી.
લગ્નના બે મહિના પછી મારી દીકરીને મળવા ગયો ત્યારે તેના શરીરે ઈજાના નિશાનો હોય મેં પૂછતા તેણે જણાવ્યું હતું કે મારા પતિ સાથે બોલાચાલી થતા પતિ સાસુ સસરા તથા દિયરે ભેગા મળીને મને માર માર્યો છે. મેં તેના સાસુ-સસરાને વાત કરતા હવે નહીં મારીએ તેમ કહી માફી માગતા અમે કોઈ ફરિયાદ કરી ન હતી. મારી દીકરીને તેના પતિ, સાસુ, સસરા તથા દિયર ત્રાસ આપતા હોવાથી તે ત્રાસ સહન નહીં થતાં મારી દીકરીએ ગત 20મી તારીખે સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
Reporter: admin







