રામસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગતિલકસુરી મહારાજ ના ત્રણ દિવસ ના કાર્યક્રમ ના આજે બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરેશ પરીખ,પરેશ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ તથા લાભાર્થી પરીવાર દ્વારા ગુરુદેવ ના ૬૪ માં પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું તથા પોસ્ટર ને સંઘ સમક્ષ મુકવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા મનિષભાઇ ખેરાલુ તથા ટ્રસ્ટી હસમુખભાઈ દોશી એ જણાવ્યું હતું કે આજે પ્રથમ તિરથંકર ઋષભદેવ નો જન્મ તથા દિક્ષા કલ્યાણ હોવાથી આજે ઋષભ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના જૈન સંગીતકાર રૂષભ દોશી એ સંગીત માં બધાને રસબોળ કરી દીધા હતા. દીક્ષા શું કામ લેવાની સિદ્ધ શિલા ઉપર કેવી રીતે જવાય વિગેરે શ્રાવકોના પ્રશ્નોના ખુબ જ માર્મિક જવાબો શાસ્ત્ર ટાંકી ને આપ્યા હતાં.

આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ દોશી, મહેન્દ્રભાઈ શાહ, મુંબઈ થી ખાસ પપ્પુભાઈ ફોફાણી,શ્રેયાસભાઈ આકોલીયા, મનિષભાઇ ખેરાલુ, આચાર્ય યોગતિલકસુરી મહારાજના સંસારી ભાઈ સહિત અનેક મહાનુભાવો બહારગામ થી પણ પધાર્યા હતા. કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તાતેડે લીધો હતો . આવતીકાલે છેલ્લા દિવસે શાશન સ્પર્શના નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષી તપના તપસવીઓના પ્રથમ છઠ્ઠ ના પારણાં ની ભક્તિ નો કાર્યક્રમ યોજાશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું






Reporter: admin