News Portal...

Breaking News :

આજે રાત્રે સુર્ય નોપોતાની ઉચ્ચ મેષ રાશિ માં પ્રવેશ થશે

2024-04-16 12:05:42
આજે રાત્રે  સુર્ય નોપોતાની ઉચ્ચ મેષ રાશિ માં પ્રવેશ થશે

આજે રાત્રે 9.05 મીનીટે સુર્ય મહારાજ મેષ રાશિ માં પ્રવેશ કરેશે સાથે સંક્રાંતિ પુણ્ય કાલ 12.39 થી સૂર્યાસ્ત સુધી નો રહેશે સૂર્યના એક રાશિ થી બીજી રાશી ના પ્રવેશને સંક્રાંતિ કહેવાય છે પ્રત્યેક ગ્રહ સંક્રાંતિ કરતા હોય છે પરંતુ સૂર્ય સંક્રાંતિનું એક વિશેષ મહત્વ છે સૂર્ય એ તેજ છે સૂર્ય એ આત્મા છે સૂર્ય આત્માનો કારક છે સૂર્ય ઉર્જા છે અને નવ ગ્રહોમાં સૂર્ય એ રાજા છે અને જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે તેનો પ્રભાવ જન માનસ ઉપર પડતો હોય છે સૂર્ય એક માસ એક રાશિમાં રહે છે તેના રાશિ પરિવર્તનનો પ્રભાવ પણ વિશેષ હોય છે 

સુર્ય ના પોતાની ઉચ્ચ મેષ  રાશી નો પ્રભાવ બારે રાશિના જાતકો પર અને દેશ દુનિયા પર ખાસ કરીને જોવા મળશે દેશ દુનિયાની વાત કરીએ તો વર્તમાન ગ્રહ ગોચર જોતા દુનિયા માં સારી જાગૃતતા આવશે ,વિજ્ઞાંસંબધિત કર્યો માં લાભ ની તકો ઉભી થાય ,સોના ના ભાવ માં ઉછાળો જોવા મળે ,વાતાવરણ માં પણ તેનો પ્રભાવ જોવા મળે 17 એપ્રિલ થી 14 મે સુધી ગરમી નું પ્રમાણ પોતાના પ્રત્યેક રેકોર્ડ તોડે

ખાસ કરીને  મકર મીન કર્ક અને વૃશ્ચિક રાશી ના જાતકો પર વિશેષ પ્રભાવ જોવા મળશે

મેષ  મિથુન સિંહ  તુલા કુંભ રાશિના જાતકો પર શુભ પ્રભાવ જોવા મળે વૃષભ, કર્ક,કન્યા,વૃશ્ચિક,મકર,મીન રાશિ ને અશુભ પ્રભાવ આપે અશુભ થી રાહત પ્રાપ્ત કરવા સૂર્યનારાયણની ઉપાસના કરવી સૂર્યનારાયણને જળ ચડાવું આદિત્ય હૃદય સ્તોત્ર ના  પાઠ કરવા લાભકારી રહે

બારે રાશિ પર પ્રભાવ 

મેષ - વાણી માં સંયમ રાખવું લાભ કારી રહે

વૃષભ -  કાર્ય ઉતાવળે ન કરવા

મિથુન -  ભાગીદારી માં ધ્યાન આપવું લાભ કારી રહે

કર્ક -  મધ્યમ ફળ દાયક ક્લેશ થી બચવું

સિંહ -  જીવન ને લગતા નિર્ણયો વિચારી ને કરવા 

કન્યા -  આરોગ્ય માં ધ્યાન રાખવું

તુલા -  સારા કર્યો ની શરૂવાત થાય

વૃશ્ચિક - વાણી માં સંયમ રાખવો ઉગ્રતા થી બચવું

ધન -  કાર્ય લાભ ની તકો

મકર  - ખોટા નિર્ણયો થી બચવું

કુંભ - લાભ ની તકો મળે

મીન - આર્થિક વ્યવહાર વિચારી ને કરવો

જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશી

Reporter:

Related Post