શાકભાજીના ભાવ પહેલેથીજ આસમાને છે, એમાં કોઈ ઘટાડો થતો નથી અને હજુ ભાવ માં વધારો જોવા મળે છે. દરેક શહેર માં શાકભાજીના ભાવ વધારે છે, બટાકા ડુંગળી, કોબીજ, કે ફલાવર હોય ભાવ આસમાને છે.
હાલ ટામેટાનો ભાવ વધીને ૧૦૦ રૂપિયા કિલો થઇ ગયો છે. ડુંગળી ૪૦ રૂ કિલો, બટાકા ૫૦ રૂ કિલો ભાવ થયો છે. ચોમાસાના કારણે શાકભાજીના ભાવ માં ફેરફાર જોવા મળ્યા છે. ગૃહિણીઓને રસોડું ચલાવવું અઘરું થઇ રહ્યું છે. પેહલા બેહનો ને ૧૦૦ રૂ નું શાક ઘણું મળતું હતું જે હવે ૫૦૦ રૂ થી નીચે શાક આવતું નથી
જે લોકો ઘરમાં કિલો શાક બનાવતા હતા તેઓ હવે ૫૦૦ ગ્રામ લઇ રહ્યા છે. દિવસે દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. વેપારીઓ એકબીજાના માથે ટોપલા નાખતા હોઈ છે કોઈ સાચું કારણ બતાવતું નથી કે આ વધારો શેના કારણે થઈ રહ્યો છે. હાલ શાકભાજીના ભાવ માં કોઈ રાહત મળે એમ દેખાતું નથી .
Reporter: