રોજ રોજ નાસ્તો શુ બનાવવો અને જલ્દીથી શુ બનશે તે દરેક ગૃહિણી વિચારતા હોય છે. આજે આપણે એમાંથી એક જલ્દી બની શકે અને ખાવામાં ટેસ્ટી બને તેવા ચણાના લોટ અને દહીં ના પુડલાની રીત બતાવીશું. જેને બેટર ને પાલળવા મૂકી રાખવવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ પુડલા ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
3 થી 4 જ્ણ માટે પુડલા બનાવવા 3 કપ ચણાનો લોટ, એક કપ મોરૂ દહીં, ચોપ કરેલા ધાણા,એક ટેબલ સ્પૂન લીલામરચા અને લસણ ની પેસ્ટ, જો તમને તીખું વધારે પસંદ હોય તો લીલા મરચા ચોપ કરીને ઉમેરી શકો છો, 3 થી 4 કપ પાણી, સ્વાદ અનુસાર મીઠુ, એક ચમચી લાલ મરચું, અને પા ચમચી ખાવાનો સોડા સામગ્રી ની જરૂર પડશે. હવે ચાનના લોટ મા પાણી લઇ બેટર બનાવો
આ બેટર મા પાણી જરૂર પ્રમાણે ઉમેરતું જવુ, બેટર ને પુડલા બને એ રીત નુ ખુબ ગાઢું કે ખુબ પાતળું નં બને એ રીતે બનાવવું હવે તેમાં લીલા મરચા લસણ ની પેસ્ટ, મીઠુ, લાલ મરચું ઉમેરી મિક્ષ કરવું, ત્યાર બાદ બેટર મા દહીં ઉમેરી ફરી ફેટી લેવું. બેટર બરોબર ફેટાયા પછી તેમાં ખાવાનો સોડા ઉમેરી ફરી થી ફેટી લઇ 5 મિનિટ બેટર ને રેસ્ટ આપવો. હવે નોનસ્ટિકને ગરમ કરી તેલ મૂકી પુડલા ઉતારો.આ પુડલા ખાવામાં ટેસ્ટી અને પચવામાં આસાન રહે છે. તેને ચા કે દૂધ સિવાય ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.
Reporter: admin