પૂર્વ કેબિનેટ મંત્રી અને શહેર ના ધારાસભ્ય શ્રી જીતુ ભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ બેન પંડ્યા, પ્રથમ નાગરિક એવા મેયર ભરત ભાઈ બારડ ના હસ્તે શોરૂમ નુ રિબન કટ કરી ઓપનિંગ કરાયું.

આ પ્રસંગે મરક્યુરી ઈવી ટેકના જયેશ ઠક્કર, દર્શન શાહ, ગરિમા માલવણકર સહિતની ટીમ ઉપસ્થિત રહી. વાઇસ પ્રેસિડેન્ટ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ તેજસ ભાઈ શેઠ, ભાવનગર BJP પ્રમુખ કુમાર ભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ ભાઈ રાબડીયા, ચિત્ર GIDC પ્રમુખ લીપ ભાઈ કમાણી, પૂર્વ બીજેપી ભાવનગર શહેર પ્રમુખ રાજીવ ભાઈ પંડ્યા તથા ડિસ્ટ્રીક ચેમ્બર્સના હોદ્દેદારો, સુનિલ વડોદરિયા, નઝીર સાવંત સહિતના ગણમાન્ય મહેમાનો અને નગરજનો ની ખાસ ઉપસ્થિતિ રહી.

આ વિશે વધુ માં જણાવતા મરક્યુરી ઈવી ટેક ના ચેરમેન જયેશ ઠક્કરે કીધું કે, ' ના માત્ર પ્રદૂષણ પણ ઇલેક્ટ્રિક વાહન પૈસા ની પણ બચત કરાવશે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના કાર્બન એમિશન ઓછું કરી, એનર્જી એફિશિયન્સી તથા આત્મનિર્ભર ભારત ના સંકલ્પ પર ચાલી આ કંપની નું નિર્માણ અને સંચાલન કરીએ છીએ. અમે જૂના વાહન એક્સચેન્જ પણ કરી આપી છીએ. ભાવનગર વાસીઓ ના અદ્ભુત પ્રતિસાદ બદલ આભાર.'ગંગાજળિયા તળાવ સામે, જશોનાથ સર્કલ પાસે આવેલ મરક્યુરી ઈવી ટેક શોરૂમ make in india તથા વ્યાજબી ઇલેક્ટ્રિક વ્હીકલનુ નવું સરનામું ભાવેણવાસી ને આ સાથે જ આજે મળ્યું. ટુ વ્હીલર, થ્રી વ્હીલર પેસેન્જર, લોડર, રિક્ષા, ટેમ્પો જેવા ઇલેક્ટ્રિક વાહનો થી હવે ભાવનગર ના રસ્તા પર પરિવર્તન નો પવન ફૂંકાશે. હવે બનશે પ્રદૂષણ મુક્ત અને ઇલેક્ટ્રિક વ્હીકલ યુક્ત ભાવનગર
Reporter: