ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રરુપિત જૈન ધર્મમાં ચાતુર્માસના ચાર મહિના દરેક સાધુ સાધ્વી ભગવાન તો એક જ જગ્યાએ સ્થિરતા કરે અને ધર્મ આરાધના કરે તેવો આચાર ભગવાને બતાવ્યો છે. જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સિદ્ધિસુરીશ્વરજી મહારાજ ના સમુદાયના આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજ વિશાળ સાધુ સાધ્વી ભગવંતો સાથે વડોદરામાં ચાતુર્માસ અર્થે વાઘોડિયા રોડ ચોકડી થી વડોદરામાં શુભ મુહૂર્ત માં વડોદરામાં નગર પ્રવેશ કર્યો હતો. ગુરુદેવો ના પ્રવેશ માં વડોદરા ના જૈન શ્રાવક શ્રાવિકા ઓ મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાથી,રથ જુદી જુદી મંડળીઓ , ધર્મ ધજા, રસ્તા માં ઇન્સ્ટન્ટ રંગ બેરંગી છે રંગોળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

જૈન યુવાનો નું બનેલું સફેદ પોષાક માં સજ્જ જૈન એલર્ટ બેન્ડે ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.
શ્રાવકો માથે પરંપરાગત ફેટામાં અને જુદાજુદા સંઘ ની શ્રાવિકાઓ પોતાના સંઘ ના વેશ પરીધાન કરી આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજ ના સામૈયાં જોડાયા હતા. ભારે ભીડ ને કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. સંઘ પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું કે આજે ગુરૂદેવે ચતુર્વિધ સંઘ સાથે શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં આદિનાથ જીનાલયમાં પધારી સામુહિક ચૈત્યવંદન કર્યું હતું અને માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું. દરમિયાનમાં પ્રખર ગુરુ ભકત મુકેશભાઈ છાણીવાળા એ જણાવ્યું કે જૈનો ની ઉજ્જવળ પરંપરા મુજબ ગુરુદેવને મનિષભાઇ શાહ, કારેલીબાગ જૈન સંઘ ના માંગીલાલજી, ઈન્દ્રપુરી જૈન સંઘ ના નિરજ જૈન તથા જ્યાં ચાતુર્માસ બિરાજમાન થવાના છે તે સુભાનપુરા જૈન સંઘ ના અશ્વિનભાઈ દોશી તથા ડોક્ટર પી.સી.જૈને આચાર્ય ભગવંત ને કામળી ઓઢાડી હતી.

ત્યારબાદ અશ્વિનભાઈ દોશી એ ગુરુદેવની ઉપધાન તપ કરવાની ભાવનાને સ્વિકારી લીધી હતી જેમાં કારેલીબાગ જૈન સંઘ તથા ઈન્દ્રપુરી જૈન સંઘ પણ જોડાશે તેમ માંગીલાલ ભંડારી તથા અજય લાલી એ જણાવ્યું હતું. આજે ના કાર્યક્રમ માં અમદાવાદ થી કૌશલભાઇ શાહ, Dysp અજયભાઈ તળાજીયા, યુનિવર્સિટી ના પુર્વ સેનેટ સભ્ય તથા જૈન અગ્રણી દીપક શાહ, સ્ટેન્ડિંગ કમિટી ના પુર્વ ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ, વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપભાઇ શાહ સહિત અનેક વડોદરા ના વિવિધ સંઘોના આગેવાનો ગુરુદેવ ના સામૈયાં માં જોડાયા હતા. આખા કાર્યક્રમ નું સંચાલન કરતા જૈન સંગીતકાર જયેશ ચુડગરે જણાવ્યું હતું કે સુભાનપુરા જૈન સંઘ માં આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ 7જુલાઈ, કારેલીબાગ જૈન સંઘ માં 2 જુલાઈ ના રોજ અક્ષયરત્ન વિજયજી મહારાજ તથા ઈન્દ્રપુરી જૈન સંઘ મા 28 જુન ના દિવસે આગમરત્ન વિજયજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ યોજાશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.






Reporter: admin







