News Portal...

Breaking News :

આજે મહાનગરપાલિકાનું અંદાજીત 6 હજાર કરોડનું બજેટ રજૂ થશે

2025-01-28 09:42:59
આજે મહાનગરપાલિકાનું અંદાજીત 6 હજાર કરોડનું બજેટ રજૂ થશે


વડોદરા મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ રજૂ કરાશે. મ્યુનિ.કમિશનર દિલીપ રાણા સ્થાયીમાં રિવાઈઝડ—ડ્રાફટ બજેટ રજુ કરશે. 


પાલિકાનું ગયા વર્ષે 5500 કરોડનું બજેટનું કદ હતું પણ આ વર્ષે 6 હજાર કરોડના કદનું બજેટ રજૂ થાય તેવો અંદાજ છે. આ વખતે પાલિકાએ બજેટ પહેલાં નાગરિકો પાસેથી બજેટલક્ષી સૂચનો મંગાવ્યા હતા જેમાં 1800 જેટલા નાગરીકોએ સૂચનો કર્યા હતા. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી જ હશે કારણ કે મહાનગરપાલિકા સીધી રીતે પ્રજાની સુખાકારી સાથે સંકળાયેલી છે. નાગરીકોને મુળભુત સુવિધા મળે તથા તેમાં સુધારા વધારા કરવા ઉપરાંત પાણી, રસ્તા અને ડ્રેનેજની કામગિરી અને આંતર માળખાકીય સુવિધાઓ મળે તે પ્રકારનું અમારું બજેટ હોય છે. 


ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આ વખતે મહાનગરપાલિકાઓ દ્વારા બજેટમાં શું હોવું જોઇએ તે માટે નાગરીકો પાસે સૂચનો મંગાવ્યા હતા જેમાં વડોદરા પાલિકાએ પણ સૂચનો મંગાવ્યા હતા. લગભગ 1800 જેટલા નાગરીકોએ સૂચનો પાલિકા સમક્ષ કર્યા છે. લોકોએ સૂચન કર્યા હતા કે અમારે બ્રિજ નથી જોઇતા, અમોને 24 કલાક શુધ્ધ પાણી આપો, વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ સરકાર તરફથી મળવાપાત્ર સહાય મળી નથી. સહાયની રકમ ક્યાં ગઇ? 50 ટકા લોકોને કેશડોલની સહાય મળી નથી તો વાસણા વિસ્તારના લોકોએ વાસણા જંકશન પર બ્રિજ સામે વિરોધ નોંધાવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માંગ કરી છે. અગાઉ બજેટમાં મૂકેલા કામો પૂરા કરો પછી બજેટમાં નવા કામો લાવજો, સ્માર્ટ સિટી તો બની નથી. પાર્કિંગની સુવિધાઓ તો પૂરી પાડો. નોંધનીય છે કે, મોટા ભાગના સુચનોમાં સૌથી વધુ સુચનો પાણી, રસ્તા સહિતના સુચનો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

Reporter: admin

Related Post