News Portal...

Breaking News :

હાલોલની એમએસ હાઇસ્કુલ ખાતે આવેલ ચંપારણ્ય ધામમાં યોજાઇ રહેલા શ્રીમદ ભાગવત વંચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો આજે બીજો દિવસ

2024-05-13 21:05:06
હાલોલની એમએસ હાઇસ્કુલ ખાતે આવેલ ચંપારણ્ય ધામમાં યોજાઇ રહેલા શ્રીમદ ભાગવત વંચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો આજે બીજો દિવસ



હાલોલ શહેરની મધ્યમાં પાવાગઢ રોડ પર આવેલી ધી. એમ.એસ.હાઇસ્કુલના વિશાળ પ્રાંગણમાં વિશાળ કથા મંડપ બાંધી અદભુત કહી શકાય તેવું ચંપારણ્ય ધામ ઊભું કરી  મનોરથી બટુકરાય એસ.શાહ અને પરિવારજનો સહિત સમસ્ત વૈષ્ણવ સમાજ હાલોલ દ્વારા શ્રીમદ ભાગવત વંચનામૃત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો શુભારંભ કરાયો છે જેમાં એક સપ્તાહ સુધી તારીખ 12 મેથી તારીખ 18 મે સુધી યોજાનાર શ્રીમદ ભાગવત વંચનામૃત જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે ગઈકાલે રવિવારે પોથીયાત્રા સહિતના કાર્યક્રમ બાદ દીપપ્રાગટ્ય કરી સાંજે 6 વાગ્યા બાદ ભારે ધાર્મિક વાતાવરણમાં સંતશ્રીઓ સહિત અનેક અગ્રણીજનોની હાજરીમાં શ્રીમદ ભાગવત કથાનો કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી દ્વારા શુભારંભ કરાયો છે 



જેમાં ગઈકાલે રવિવારે શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યા બાદ આજે સોમવારે શ્રીમદ ભાગવત કથા સપ્તાહના બીજા દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ શ્રીમદ ભાગવત કથામાં દ્વિતીય પુષ્ટિપુષ્પ પ્રથમ સ્કંદ શ્રી સુખદેવજી આગમન કથાનું રસપાન કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીના મુખેથી કરવામાં આવ્યું હતું 



જેમાં આ પાવન પ્રસંગે હાલોલ વૈષ્ણવ સમાજના અગ્રણીજનો સહિત  મોટી સંખ્યામાં ચંપારણ્ય ધામ ખાતે હાલોલ નગર સહિત આસપાસના વિસ્તારના વૈષ્ણવજનો શ્રીમદ ભાગવત વાંચનામૃત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન  કરવા માટે ઉમટી પડ્યા હતા

Reporter: News Plus

Related Post