હાલોલ નગરમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન અગનગોળા વરસાવતા સૂર્યદાદાના પ્રકોપ વચ્ચે કાળજાળ ગરમીમાં નગરજનો શેકાયા હતા જેમાં સમગ્ર દિવસ ગરમી પડ્યા બાદ સાંજે એકાએક મોસમનો મિજાજ બદલાયો હતો અને મોડી સાંજે 6:30 થી 7:00 વાગ્યાની આસપાસ તેજ ગતિ સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો અને એકાએક તોફાની પવન સાથે વાદળોના ભયંકર ગડગડાટ વચ્ચે એકાએક વરસાદી માહોલ જામ્યો હતો અને ધમાકેદાર અંદાજમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને વરસાદ તૂટી પડ્યો હતો.
જેમાં એકાએક વાતાવરણમાં બદલાવ આવી જોરદાર તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને રોડ રસ્તાઓ અને બજારોમાં આવેલા વિવિધ સ્થળોએ લાગેલ બેનરો,પડદા તેમજ લારી,ગલ્લા ઉપરના તાડપત્રીના પ્લાસ્ટિક અને છાપરા હલક ડોલક થઈ ઉડવા લાગ્યા હતા જ્યારે ભારે તેજ પવનને પગલે મુખ્ય રોડ રસ્તાઓ સહિત બજારોમાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી જ્યારે અનેક સોસાયટીઓ અને ફળિયા ગલી મોહલ્લાઓમાં પણ ભારે પવન અને એકાએક ટુટી પડેલા વરસાદના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી જેમાં ભારે તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા નગર ખાતે થોડીક જ ક્ષણોમાં વીજળી પુરવઠો ખોરવાઈ જતા નગર ખાતે અંધારપટ છવાયો હતો અને એક તરફ વરસાદ બીજી તરફ તોફાની પવન તેવા સંજોગોમાં અંધારપટને લઈને લોકોમાં બિહામણુ વાતાવરણ સર્જાતા ભય અને ફફડાટ ફેલાયો હતો અને વીજળીના કડાકા ભડાકા વીજળીના ચમકારાને લઈને લોકો ધ્રુજી ઉઠ્યા હતા જેમાં થોડાક સમય સુધી વરસાદ ખાબકયા બાદ વરસાદએ વિરામ લીધો હતો
પરંતુ લાંબો સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકો માવઠા પછી ઉત્પન્ન થયેલી ગરમી અને બફારાને લઈને અકળાઈ ઉઠ્યા હતા અને ગરમીમાં પોતાના મકાનોમાં વરસાદી માવઠાની પગલે અનુભવાતા બફારા અને કાળજાળ ગરમીમાં શેકાતા નજરે પડ્યા હતા અને વીજ કંપની સામે પોતાનો રોષ ઠાલવતા નજરે પડ્યા હતા જ્યારે થોડા સમય સુધી ભારે કાઢવી અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નગરના હાર્દસમા સ્ટેન્ડ વિસ્તારમાં મુખ્ય રોડ રસ્તા પર પાણી ભરાવાની પણ શિકાયત ઉઠવા પામી હતી. જ્યારે એકાએક પડેલ ભારે પવન સાથેના વરસાદને કારણે સમગ્ર હાલોલનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું હતુ.
Reporter: News Plus