મુંબઈ : આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.
26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર -એ- તૈયબાના દસ આતંકીઓએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. 4 દિવસના ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈને હચમચાવી નાખનાર આ હુમલાને 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે.29 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં તાજમહેલ હોટેલ પર જ્યારે આતંકી હુમલો કર્યો ત્યારે તાજ હોટલમાં લગભગ 450 મહેમાનો હાજર હતા. તેમણે અંધાધૂંધ ગોળીબારમાં ઘણાને મારી નાખ્યા હતા.
હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ ઓબેરોય ટ્રાઈડેન્ટ અને નરીમાન હાઉસ પર હુમલો કર્યો હતો. મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલા આ આતંકી હુમલામાં લગભગ 166 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા પરંતુ મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. જેમને 21 નવેમ્બર 2012ના રોજ યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.જમાત-ઉદ-દાવાનો નેતા હાફિઝ સઈદ 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જેને પાકિસ્તાન આજ સુધી બચાવી રહ્યું છે.
Reporter: admin