મેથી લાડુ બનાવવા માટે ( 5 વ્યક્તિ માટે ) 1 ગ્લાસ દૂધ, 100 ગ્રામ મેથીના દાણા, 1/2 કપ મખાના,1/4 કપ કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, દોઢ ચમચી, મગસતરીના બી, ઈલાયચી, ચરોળી, ખસખસ, 1 કપ છીણેલું કોપરું, 2 કપ ઘી, 4 ચમચી બેસન,1/2 કપ ગુંદર, 500 ગ્રામ સમારેલો ગોળ, 2 કપ ઘઉનો લોટ, 1 ચમચી મરી પાવડર, ઈલાયચી પાવડર,સૂંઠ પાવડર, જાયફળ પાવડર જરૂરી છે.
મેથીના દાણાને સાફ કરી મિક્ષર જારમાં પાવડર બનાવી લેવો . એક વાસણમાં દૂધ અને મેથી પાવડર મિક્સ કરી હલાવતા રેહવું.અને મિક્સ કર્યા પછી 3 કલાક રહેવા દેવું. હવે ગેસ પર કડાઈમાં કપોરાનું છીણ પાંચ મિનિટ માટે સેકી ઉતારી લેવું. હવે કડાઈમાં ઘી મૂકી કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા તળી કાઢી લેવા અને એજ ઘીમાં મગસતરીના બી અને મખાના તળી કાઢી લેવા. ત્યાર પછી ઘીમા ગુંદરને તળી કાઢી લેવું. સૂકા મેવા અને મખાના ઠંડા પડે એટલે અદ્યકચરા કરી લેવા અને ગુંદર ને સ્મેશ કરી લેવું. એક મોટા વાસણમાં શેકેલા લોટ, પીસેલા સૂકા મેવા, સ્મેશ કરેલ ગુંદર, કોપરાનું છીણ, મેથીનું મિશ્રણ કાઢી લેવું.
કડાઈમાં ઘી મૂકી પાલડેલ મેથી ડ્રાય થાય ત્યાં સુધી સેકી લેવી અને કાઢી લેવી. તે જ કડાઈમાં ૪ ચમચી ગરમ કરી બેસન ઉમેરીને મિક્સ કરી લો, પરપોટા થવા લાગે પછી ઘઉંનો લોટ ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનીટ પછી એમાં ચારોળી અને ખસખસ નાખી સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકીને ઉતારી લો.હવે એક કડાઈમાં સમારેલો ગોળ અને ૧ ચમચી નાખી ધીમા તાપે ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો, ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરીને એમાં સુંઠ પાઉડર, ઈલાયચી પાઉડર અને મરી પાઉડર નાખી મિક્સ કરી લેવું.ઓગળેલા ગોળ ને મેથી અને સૂકામેવાના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરો, ત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મિક્સ કરીને લાડુ વાળી લો. આ લાડુ ડબામાં ભરી શિયાળામાં ખાવા ખુબ હેલ્થી છે.
Reporter: admin