બીમારી આવવાનું મૂળ કારણ પેટની ગરમી, ગેસ, એસીડીટી છે. મોટાભાગની બીમારીઓનું મૂળ કારણ એસીડીટી છે. વધુ પડતું બહારનો ખોરાક લેવાથી એસીડીટી થાય છે. જેના લીધે અનેક સમસ્યાઓ શરીરમાં ઉભી થાય છે. આ બધી તકલીફો દૂર આપણે જ કરી શકીએ છીએ.
- બહારનો વધુ પડતો ખોરાક ન ખાવો જોઈએ.
- ચા - કોફી અને ઠંડા પીણાં બન્ધ કરી દેવા જોઈએ.
- સવારે ઉઠતાજ ચા કે કોફી બન્ધ કરી દેવા જોઈએ.
- જીરું - કોથમીર અને વરિયાળી શરીરમાં ઠંડક આપે છે જેથી તે વધુ ખાવા જોઈએ.
- ફુદીના અને મિસરીની ચા પીવી જોઈએ જેથી શરીરમાં ઠંડક થાય છે.
- લીમડાની છાલનું પાણી પીવાથી શરીરમાં એસીડીટી દૂર થાય છે.
- ત્રિફળા ચૂર્ણને દૂધ સાથે લેવાથી એસીડીટીમાં રાહત થાય છે.
- જાયફળ અને સૂંઠનું ચૂર્ણ પીવું જોઈએ.
- ગોળ, બદામ અને લીબું ખાવામાં વધુ લેવા જોઈએ.
Reporter: admin