વડોદરા : ભરૂચ જીલ્લામાં ઝગડીયા તાલુકા માં રહેતી ઝારખંડ રાજ્યની આદિવાસી બાળા દુષ્કર્મનો ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા દાંડિયા બજાર ચાર રસ્તાથી કલેકટર કચેરી સુધી પગ યાત્રા કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલ જી.આઈ.ડી.સી. માં ઝારખંડ રાજ્ય ગરીબ આદીવાસી પરિવાર છેલ્લા ૧૫ વર્ષથી મજુરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પરંતુ તેઓના નજીકમાં રહેતા ઝારખંડ રાજ્યમાં રહેતા નરાધમે તાઃ૧૬/૧૨/૨૦૨૪ ના રોજ આ આદિવાસી પરિવારની ૧૦ વર્ષની બાળા સાથે બળ જબરીથી ખરાબ કૃત્ય કરી આ બાળાને લોખંડનો સળિયો નાખી બાળાને પેટના આંતરડા સુધી ઈજા પહોંચાડી છે.
આ ઘટનામાં દિકરી બેભાન અવસ્થામાં આવેલ હતી જેને સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ બાળાની પરિસ્થિતિ વધારે ગંભીર હોવાથી તેને વડોદરા એસ.એસ.જી ખાતે લાવામાં આવી હતી. વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના સર્વે ડોકટર કર્મચારીઓએ બાળાને બચાવવામાં સંપુર્ણ પ્રયાસ કર્યા,પરંતુ બાળા એક સપ્તાહ બાદ તા:૨૩/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે અંતિમ ઘાસ લીધા હતા. આ ઘટનાને લઈને આવુ કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ કરી હતી.
Reporter: admin