સુરત : સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું હતું.
સરથાણ વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકનું નામ સ્મિત જીયાણી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે.
જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin