મુંબઈ : સાઉથના સુપર સ્ટાર ગણાતા અલ્લુ અર્જુન ગુજરાતની 'અપ્સરા'ના ઇશારે નાચે છે. મૂળ ભાવનગરની વતની અને કોરિયોગ્રાફરના પ્રોફેશન સાથે જોડાયેલી આ યુવતી સોશિયલ મીડિયામાં 'ઉર્વશી અપ્સરા' તરીકે જાણીતી છે.
પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતીનું નામ ઉર્વશી ચૌહાણ છે. તે મૂળ ભાવનગરના મહુવાની વતની છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 7 વર્ષથી સંકળાયેલી હોવાથી તે હાલ મુંબઈમાં વસવાટ કરે છે. ઉર્વશીના પિતા ઓટોમોબાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેમની છેલ્લી ત્રણ પેઢીથી મુંબઈમાં સ્થાયી થઈ ગયા છે.
ઉર્વશી ચૌહાણે પુષ્પા સીરિઝની ફિલ્મના સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ ગીતમાં આસિસટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે. અલ્લુ અર્જુને તેના કામની ખૂબ પ્રશંસા કરી હતી. આ વાત જાણ્યા પછી ગુજરાતીઓ ગર્વની લાગણી અનુભવશે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ટેલેન્ટના દમ પર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Reporter: admin