કચ્છી દાબેલી બનાવવા માટેની સામગ્રીમાં 5 પાવ, 4 ચમચી માખણ, મીઠી ચટણી જરૂર પ્રમાણે, લીલી ચટણી જરૂર પ્રમાણે, એક કપ સેવ, 4 ચમચી શેકેલા સીંગદાણા,એક કપ સમારેલી કોથમીર, એક કપ દાડમના દાણા.
મસાલા માટે 2 ચમચી આખા ધાણા, એક ચમચી જીરું, એક લાલ મરચું, તજનો ટુકડો, બે લવિંગ, બે લવિંગ, ચાર કાળા મરી.સ્ટફિંગ માટે બટાકા, 2 ટામેટા, 1 લીલું મરચું, આદું, જરૂર પ્રમાણે તેલ, બે ચમચી માખણ, જીરું, 1 ચપટી હિંગ, પા ચમચી હળદર, એક ચમચી ખાંડ, એક ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું.બનાવવા માટે બટાકાને બાફીને છોલી મેશ કરી દો. ટામેટા ધોઇ નાના નાના નાના કાપી લો. આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી.દાબેલી મસાલો - લાલ મરચાંને છોડી અહીં બધો મસાલો તવી પર બ્રાઉન રંગનો થાય ત્યાંસુધી શેકી લો. શેકેલા મસાલાને ગરમ કરી બારીક પીસી લો. દાબેલીનો મસાલો તૈયાર છે.
આ મસાલાને દાબેલીનું સ્ટફિંગ બનાવતી વખતે તેમાં મિક્સ કરવો. એક વાસણમાં માખણ અને તેલ નાંખીને ગરમ કરો. ગરમ માખણમાં હિંગ અને જીરું નાંખો, જીરું થોડું સામાન્ય શેકાય એટલે આદું, લીલા મરચાં અને હળદરનો પાવડર નાંખો.થોડુ સેકાય એટલે તેમાં કાપેલા ટામેટાં નાંખો અને ટામેટાં મેશ થાય ત્યાં સુધી સાંતળો. તેમાં બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો મિક્સ કરો અને પાંચ મિનિટ સુધી ગેસની ધીમી આંચ ચાલુ રાખી બધો મિક્સ કરેલો મસાલો ગરમ કરો. હવે પાવને વચ્ચેથી કાપી લો. તવો ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.અને બને બાજુ ચટણી લગાવી મસાલો ભરી સીંગદાણા મૂકી, સેવ મૂકી કોથમીર મૂકી દાડમના દાણા રાખો અને દાબેલી બન્ધ કરી સેકી લો.
Reporter: admin