નવી દિલ્હી: જો કોઈ તમને પૂછે કે 13000ના પગારમાં તમે શું શું કરી શકો? તમે પોતાની જરૂરિયાત પૂરી કરવા સિવાય બીજું કંઈ ખાસ કરી શકશો નહીં.
પણ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 13000 રૂપિયામાં કામ કરનારા એક 23 વર્ષના છોકરાએ આ સેલેરી પર કામ કરતા પોતાની ગર્લફ્રેન્ડને 4 BHKનો ફ્લેટ અને મોંઘી ગાડીઓ ગિફ્ટમાં આપી દીધી. આ છોકરાનું નામ હર્ષલ કુમાર છે, જે છત્રપતિ સંભાજીનગરના એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કામ કરતો હતો. હર્ષલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને દર મહિને તેને 13000 રૂપિયા સેલેરી મળતી હતી. પણ એક દિવસ હર્ષલના મગજમાં આઈડિયા આવ્યો અને તેણે ખૂબ જ ચાલાકીથી તે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કમિટીને ચૂનો લગાવી દીધો, જેમાં તે કામ કરી રહ્યો હતો.હાલમાં તે ફરાર છે. પણ પોલીસે હર્ષલનો સાથ આપનારી તેની સહકર્મી યશોદા શેટ્ટી અને તેના પતિ બીકે જીવનની ધરપકડ કરી લીધી છે.
પોલીસે જ્યારે પૂછપરછ કરી અને તપાસ કરી કે કેવી રીતે 23 વર્ષના માસ્ટરમાઈન્ડ હર્ષલે પૈસા હડપવા માટેનો પ્લાન બનાવ્યો હતો. હર્ષલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના જૂના લેટરહેડનો ઉપયોગ કરી બેન્કને ઈમેલ કર્યો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતા સાથે જોડાયેલ ઈમેલ એડ્રેસને બદલવાનો અનુરોધ કર્યો. તેણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતાને મળતું એક નવું ઈમેલ અકાઉન્ટ બનાવ્યું. નવા ઈમેલ અકાઉન્ટમાં તેણે ફક્ત એક અક્ષર બદલ્યો હતો. બેન્કે નવા ઈમેલ આઈડીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બેન્ક ખાતા સાથે જોડી દીધું અને તેની સાથે જ હવે હર્ષલ પાસે લેવડદેવડના જરૂરી OTP અને અન્ય જાણકારી પહોંચી જતી હતી.હર્ષલે હવે આગામી પગલું ઉઠાવ્યું અને તેને ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કમિટીના બેન્ક અકાઉન્ટ પર ઈન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી એક્ટિવેટ કરી લીધી. આ વર્ષે 1 જુલાઈથી 7 ડિસેમ્બરની વચ્ચે તેણે કથિત રીતે 13 બેન્ક ખાતામાં 21.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
Reporter: