સુરત : શેરબજાર તેમજ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી.
ત્યારબાદ whatsapp માં ફરિયાદીને એક લિંક મોકલવામાં આવી હતી આ લીંક ઓપન કરી ફરિયાદી દ્વારા વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ 74 લાખ 17 હજાર 321 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને 1,97,321 રૂપિયા વિડ્રોલ કરવા દીધા હતા. ફરિયાદીને આટલી નાની એવી રકમ કરવા દીધા બાદ અન્ય 72,20,000 ખાતામાંથી ઉપાડવા દીધા ન હતા અને અંતે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેમને સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને અમિતકુમાર કડિયા નામના ઇસમની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, અમિતકુમારના બેન્ક એકાઉન્ટ માં ફરિયાદી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અમિતકુમાર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે તેને પોતાનું સીટી યુનિયન બેન્કનું એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન ઉપર કેટલાક લોકોને ભાડે આપ્યું હતું. પોલીસે જ્યારે આ બેન્ક એકાઉન્ટની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ફરિયાદીના 2,50,000 અમિતકુમારના સીટી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. આ ઉપરાંત અમિતકુમાર કડિયાના બેન્ક એકાઉન્ટમાં 23 મે 2024થી લઈ 30 જુન 2024 સુધીમાં 85,49,166 રૂપિયાના ટ્રાન્જેક્શનનો થયા હતા. આ ઉપરાંત આરોપી અમિતકુમાર કડિયાના બેન્ક એકાઉન્ટ ઉપર સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર 23 ફરિયાદો હોવાનું સામે આવ્યું છે.
Reporter: admin