ભારત દેશના પૂર્વ માનનીય વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી તેમજ સરલ વ્યક્તિત્વ ધરાવતા ભારત દેશના મહાન વિભૂતિ એવા ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે દુઃખદ અવસાન થયેલ છે જેને લઈને સમગ્ર દેશભરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે
જેમાં દિવંગત માનનીય પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના દુઃખદ અવસાનને પગલે સમગ્ર દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરી તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો દેશભરમાં મોફુંક રાખવામાં આવ્યા છે ત્યારે હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ઐતિહાસિક વડા તળાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પંચમહાલ જિલ્લાના સૌથી મોટા મહોત્સવ પંચ મહોત્સવને પણ મોકૂફ રાખવાનું એલાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે આજે પંચ મહોત્સવમાં મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજે 27મી ડિસેમ્બર શુક્રવારના રોજ સાંજના સુમારેથી આરંભ થનાર અને 27 28 અને 29 ડીસેમ્બર શુક્રવાર,શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના નામાંકિત ગાયક કલાકારો સાંત્વની ત્રિવેદી, ભૌમિક શાહ અને ગીતાબેન રબારી પોતાના સૂરનો જાદુ પાથરી ગીત સંગીતનો કાર્યક્રમ રજૂ કરવાના હતા
જ્યારે પંચ મહોત્સવના આ કાર્યક્રમમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલો તેમજ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલો અને મનોરંજન ને લગતી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી જે તમામ તૈયારીઓ પૂર્ણ કરી આજે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હોવાનો નજારો આજે શુક્રવારે બપોરે જોવા મળ્યો હતો જ્યારે પંચમહાલની પ્રજામાં પણ પંચ મહોત્સવને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો તેવા સમયે જ સમગ્ર દેશભરના લોકોને આઘાત પહોંચે તેવી દુઃખદ ઘટનાના સમાચાર સામે આવ્યા હતા જેમાં દેશના માનનીય પૂર્વ વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી તેમજ મહાન વ્યક્તિત્વ ધરાવતા સરલ માણસ એવા ડોક્ટર મનમોહન સિંહના દુઃખદ અવસાન થયું હતું જેમાં ડોક્ટર મનમોહનસિંહના દુઃખદ અવસાનને પગલે તેઓના માન સન્માનમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય શોકને પગલે દેશભરમાં યોજાનારા તમામ સરકારી અને રાજકીય કાર્યક્રમો સહિત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડા તળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવના ત્રણ દિવસીય મહોત્સવને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.
Reporter: admin