News Portal...

Breaking News :

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શાળા રમતોત્સવ ઉજવણીના ભાગ રૂપે અંતીમ દિવસે સ્વર્ગીય મનમોહન

2024-12-28 12:58:08
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શાળા રમતોત્સવ ઉજવણીના ભાગ રૂપે અંતીમ દિવસે સ્વર્ગીય મનમોહન


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શાળા રમતોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ છે. 


જેના અંતિમ દિવસે એટલે કે આજ રોજ કુમાર તથા કન્યા તથા શિક્ષકોની સાંઘીક રમતોની ફાઈનલ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઘીક રમતોમાં લંગડી, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા રમતોત્સવના અંતિમ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષીધભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર, માન. શાસનાધિકારી શ્વેતાબેન પારગી તથા નગર શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય મનમોહન સિંહજીના અવસાનના અનુસંધાને કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આયોજિત શાળા રમતોત્સવ-2024 નો તા. 28 ડિસેમ્બર, 2024નો પુર્ણાહુતી સમારોહ મુલતવી રાખવામાં આવેલ હતો. તેમજ તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મૌન પાડી તેમની પુણ્યઆત્માની ચીર શાંતિ માટે ૨ મિનીટ મૌન પાડવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post